મારા વિષે


I am student.

14 Responses to મારા વિષે

  1. Bhupendrasinh Raol કહે છે:

    ભાઈ શ્રી,
    અહી આપનો પરિચય લખશો તેવી અપેક્ષા છે. આજે જ નવો બ્લોગ શરુ કર્યો લાગે છે. ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે બ્લોગ જગતમાં આવકારીએ છીએ. પહેલો લેખ સરસ લખ્યો છે. આપના જ્ઞાનનો લાભ મળશે. અભિનંદન.

  2. વિનય ખત્રી કહે છે:

    આ પાના પર આપનો પરિચય આપશો.

    અહીં રજુ કરેલા લેખો તમારા પોતાના લખેલા છે? ન હોય તો જે તે લેખકનું નામ લખશો. નામ ખબર ન હોય તો ‘અજ્ઞાત’ લખી શકાય.

    અન્ય બ્લૉગ/વેબસાઈટ પરથી કૉપી કરેલા લખાણનું લિન્ક આપી સૌજન્ય દાખવવાનો શિષ્ટાચાર દાખવશો.

    • margesh92 કહે છે:

      આપે કરેલ વાત યોગ્ય છે. જે લખાણ જેનું છે તેનું જ રહેવું જોઈએ. હવે આગળ જતા તમારી આ વાતનું હું ખાસ ધ્યાન રાખીશ.
      આપના સૂચન બદલ આભાર.

  3. Rupen patel કહે છે:

    આપનું બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત છે.

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    • margesh92 કહે છે:

      મારું હાર્દિક સ્વાગત કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
      મને ગુજરાતી બ્લોગ્પીડિયા, બ્લોગ એગ્રીગેટરમાં સામેલ કરવા બદલ આભાર.
      આપે જણાવેલ ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપની હું જરૂરથી મુલાકાત લઈશ.

      હું આ બ્લોગજગતમાં જાણેકે નવો સવો છું કદાચ કોઈ ભૂલ થાય તો જણાવશો.

      આપનો હૃદયપૂર્વક આભાર માનું છું.

  4. arvind adalja કહે છે:

    ભાઈશ્રી
    ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત ! આ પાના ઉપર આપનો પરિચય આપ્યો હોત તો આપાના વિષે કંઈક જાણી શકાત ! ખેર ! આપનો પરિચય હવે પછી જરૂર આપવાનું રાખશો ! આપને મારાં બ્લોગ ઉપર પધારવાનું હાર્દિક નિમંત્રણ પાઠવું છું. આપની અનુકૂળતાએ જરૂર મુલાકાત લેશો આપના પ્રતિભાવો જાણવા ગમશે !

    સ-સ્નેહ
    અરવિંદ
    મારાં બ્લોગની લીંક http.arvinadalja.wordpress.com

    • margesh92 કહે છે:

      આપે મારા બ્લોગની મુલાકાત લીધી તે બદલ આપનો આભાર.

      મેં હજી હમણાંજ બ્લોગ શરુ કર્યો છે. અત્યાર સુધી પરીક્ષાઓ ચાલતી હતી એટલે કઈ બહુ ખાસ લાંબા સમય માટે ઓનલાઈન અવાતું ન હતું એટલે હજી ઘણા સુધારા વધારા કરવાના બાકી છે.

      આપને મારા બ્લોગમાં સુધારા યોગ્ય કોઈપણ બાબતો જણાય તો કહેજો. આપના અનુભવનો લાભ આપશો.

      હું આપના બ્લોગની જરૂરથી મુલાકાત લઈશ.

  5. rajeshpadaya કહે છે:

    ઓહો, માર્ગેશભાઈ, આપ ગાંધીજીની આત્મકથા ના ચાહક છો, એ વાંચીને ટાઢક વળી, ભારતમાં અગર કંઈ માનવા જેવુ હોય અને પ્રણામ કરવા લાયક કોઈ હોય તો ફક્ત અને ફક્ત આપણા સહુના પ્યારા, લાડલા, મહાત્મા ગાંધી બાપુ જ છે, (ભારતના પ્રભુ યીશુ એ “ગાંધી બાપુ” જ છે એવુ હુ દ્રઢપણે માનુ છુ). એમને જે લોકો જાણી લે છે એ પોતે જ મહાત્મા બની જાય છે. ઉદાહરણ તરીકે મુન્નાભાઈ પોતે જ ગાંધી (અવિશ્વાસુ) ભક્ત બનીને આજે નામ કમાઈ ગયો છે એ કાંઈ નાની સુની વાત નથી. લગે રહો માર્ગેશ ભાઈ……

    • margesh92 કહે છે:

      ગાંધીજીએ આપેલા બે મહાન શબ્દો, “અહિંસા” અને “સત્ય”.
      આ શબ્દોને જે રીતે ગાંધીજીએ પોતાનું જ ઉદાહરણ આપીને સમજાવ્યા છે તે ખરેખર કોઈ નાનું સુનું કામ નથી.

      મારે જો એક વ્યક્તિ, ધારોકે તમે, મારે જો તમારા વિચારો બદલવા હોય તો કોણજાણે કેટલો સમય લાગે અને છેવટે કદાચ હું થાકીને, હારીને તમને સમજાવવાનું પડતું પણ મૂકી દઉં.

      પરંતુ ગાંધીજીએ જે રીતે ત્રીસ કરોડ અભણ ભારતીયોના વિચારો બદલ્યા, તે જોઈને ખરેખર તેમને “મહાત્મા” કહેવાનું મન થાય.

      તમે કોઈને લાફો મારીને કોઈ કાર્ય કરવો ત્યારે તે વ્યક્તિ કઈ તમારા માટે કાર્ય નથી કરતો પરંતુ તે તમારા લાફાની બીકે કાર્ય કરે છે. તમે લોકો સાથે એવી રીતે રહો કે જેથી તે તમારા માટે કાર્ય કરે. તમે જો તેને પ્રેમથી સમજાવો તો કદાચ આ શક્ય બને. પરંતુ આ રસ્તો ઘણોજ દુષ્કર અને કઠીન છે જેથી સામાન્ય માણસો ઉમળકાથી શરૂઆત કર્યા બાદ થાકી, હારી જાય છે અને તેને પછી એમ કહીને પડતું મૂકે છે કે, ભાઈ, હવે જમાના પ્રમાણે તો રહેવું પડેને. પરંતુ ગાંધીજીએ જ કહ્યું છે કે, “મારે આ દુનિયાને નવું કઈ શીખવવાનું નથી, સત્ય અને અહિંસાતો અનાદિકાળથી ચાલ્યાં આવે છે.”. પરંતુ જે વિરલાઓ ટકી રહે છે તેમને ખરેખર અંતમાં મોટું સુખ પ્રાપ્ત થાય છે.

      ગાંધીજીની જય હો! ખરેખર, મહાત્મા.

  6. rajeshpadaya કહે છે:

    અતિ ઉત્તમ ગાંધી પ્રેમ,
    પણ અહિ હુ આપને ચેતવુ છુ, આપે “ગાંધીજીની જય હો….” કહિને એમને ભગવાન ના સ્થાને મુકી દિધા, આપણે કોઈની જય થાપ એમ કહિએ તો એ થઈ મુર્તિ પુજા, હવે આપની વાત કે ભગવાન બે હાથ, બે પગ……. યાદ કરો અને ભગવાનનુ ચિત્ર?? આપે ગાંધીજીની આત્મકથા વાચી પણ ગાંધીજીને જોયા ન હતા, કદાચ વિડિયો જોયો હોય પણ એમનુ સાંનિધ્ય માણ્યુ નથી છતાંય આપને ગાંધીજી પ્રત્યે જે પ્રેમ લાગણી અને માન ઉપજે છે એ સ્વિકાર્ય છે. એવી જ રીતે મે જ્યારે પ્રભુ યીશુનુ ચરિત્ર (બાઈબલ) ૪૨ વર્ષે વાંચ્યુ ત્યારે મને ખબર પડી કે ગાંધીજી પહેલા અહિંસા અને સત્યના માર્ગે માનવજાતિ માટે બલિદાન સ્વિકારનાર પ્રભુ યીશુ જ હતા. ગાંધીજીએ ભારત દેશને એક ગુલામીમાંથી છોડાવીને આઝાદી અપાવી એના માટૅ લાખો કરોડો ધન્યવાદ.

    (પણ હવે તો એથીયે વધુ અસહનિય ગુલામી આવી પડી છે એનુ કારણ શું? આ પોતાના ભાઈઓની જ ગુલામીમાથી કોણ છોડાવશે? કઈ વિચારધારા, કયુ વિજ્ઞાન બચાવશે? આજે માનવજાત નફરતના અને ભૌતિકઉપભોગવાદમાં એકબીજાને, વિદેશને છોડો, ભારતમાં જ ગુલામ બનાવી રહ્યા છે, એના જવાબદાર કોણ?)

    • margesh92 કહે છે:

      એવું થોડું હોય કે માત્ર ભગવાનની જ જય બોલાવાય… કોઈપણ મહાન વ્યક્તિની જય બોલાવી શકાય.

      અને જ્યાં સુધી વિજ્ઞાનની વાત છે તો ટેકનોલોજીનો તો તમે ધારો તેવો ઉપયોગ કરી શકાય. તેનો યોગ્ય અને અયોગ્ય એમ બન્ને રીતે ઉપયોગ કરી શકાય. યોગ્ય ઉપયોગ કરો અને લાભ મેળવો. એક તો અયોગ્ય ઉપયોગ કરવો છે અને પાછું એમ કહેવું છે કે આજની ટેકનોલોજી અને વિજ્ઞાનને કારણે અમારે કેટલું બધું સહન કરવું પડ્યું.
      આજે ઈન્ટરનેટને કારણે તમને કેટલી બધી સુવિધાઓ ઘર બેઠાં મળે છે. તે તેનો લાભ છે. પરંતુ તમે તેનો અયોગ્ય(મારે કહેવાની જરૂર નથી કે કેવા) ઉપયોગ કરો તો તેનાથી તમને ગેરલાભ જ થવાનો.

      અને તમે અત્યારની અસહનીય ગુલામીની વાત કરો છો તો તે લોકોએ જાતેજ ઉભી કરેલી નથી…? ખોટા વિચારો અને નીચી માનસિકતાથી…

  7. Vinodbhai કહે છે:

    હું કેટલાક આધ્યાત્મિક લેખ આપના બ્લોગ માટે મોકલવા ઇચ્છું છું.

    આપનું e-mail ID આપશો.

    વિનોદભાઇ માછી

    vinodmachhi@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s